સપનામાં આવી મને કોઈક મળી ગયું - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Tuesday, April 14, 2020

સપનામાં આવી મને કોઈક મળી ગયું


સપનામાં આવી
મને કોઈક મળી ગયું
મને મળવાનો
સમય માંગી ગયું
 
ફુરસદ હતી નહીં
તેને મળવાની
મુદત
મને આપી ગયું
 
જન્મ્યો
ત્યારથી પીછો કરું છું
એવું
મને કાનમાં કહી ગયું
 
જીવી લે
મળી છે જેટલી જિંદગી
એમ
મને ચેતવી ગયું
 
હું તો તને
આગોશમાં લઈ લઈશ
એવું
મને વહાલ થી કહી ગયું
 
સમય ની સાથે
હું પણ ચાલુ છું
એવી
બડાઈ હાંકી ગયું
 
ક્યારે આવશે
એ ના મને કહેતું ગયું
પણ
મને ગુંચવાડામાં મૂકી ગયું
 
પડતા મુકવા પડશે
કામ તમામ
એવી ધમકી
મને આપતું ગયું
 
ભલે હોય તું ખેરખાં
કે બાદશાહ
મળી જ લઉં છું મારા સમયે
એમ મને કહેતું ગયું
 
ઉંમર વધે છે
તેમ પ્રેમ એનો વધે છે
એમ
મીઠી વાત કરતું ગયું
 
આ જગત
એક સપનું છે
એમ કહી
સપનું મારું તોડતું ગયું
 
નામ પૂછ્યું એનું
તો
"મૃત્યુ"
એમ મને કાન માં કહેતુ ગયું

No comments:

Post a Comment