આ પેઢી બે યુગમાં જીવી - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Wednesday, April 15, 2020

આ પેઢી બે યુગમાં જીવી

આ પેઢી બે યુગમાં જીવી

1955 થી 1985 ના ગાળામાં જન્મેલ પેઢીવાળા બે યુગમાં જીવ્યા છે. આ પેઢીએ અનેક વસ્તુઓ જતી જોઈ છે અને અનેક વસ્તુ આવતી જોઈ છે. તેમણે ધોતિયું પહેર્યું અને જીન્સ પણ પહેર્યુ છે. જેમણે રાબ-છાશ પણ ખાધાં છે અને પીત્ઝા પણ ખાધા છે. ગાડામાં બેઠા અને પ્લેનમાં પણ બેઠા. જેમણે ગોફણના ઘા પણ કર્યા છે અને પિસ્તોલના ફાયરીંગ પણ કર્યા છે. વેઠીયાના વાવડ પણ સાંભળ્યા છે અને વિડીયો કોલમાં વાતુ પણ કરી છે. તાવડી વાજાથી youtube, whatsapp, facebook, twitter, netflix, Amazon etc સુધીની સફરના સહભાગી બન્યા છે. જેમણે એક જુના યુગનાં વળામણાં કર્યા છે અને નવા યુગનાં વધામણાં પણ કર્યા છે. 
   પરિવર્તન સતત ચાલતી પ્રક્રિયા છે પણ આ પેઢી જેટલું ફાસ્ટ પરિવર્તન કોઈએ નહીં નિહાળ્યુ હોય અને હવે અન્ય પેઢીને જોવા પણ નહીં મળે. આપણી આ પેઢીને સદભાગ્યે હાલનું અને કાયમી એમ જુદાજુદા બે  સરનામા લખવાનો મોકો મળ્યો છે.  આ ઉપરાંત અનેક આફતો પણ જોઈ છે. જેવી કે 74 નુ નવનિર્માણ,76નો જળપ્રલય,81,85 ના તોફાનો, 86-87નો દુષ્કાળ, 98નું વાવાઝોડું, 2001નો ભૂકંપ,2002 ના તોફાનો અને આ એક બાકી હતું kovid- 19નું લોકડાઉન. અરે અમે તો  76 વર્ષે  આવતો હેલીનો ધુમકેતુ પણ જોયેલો છે.* 
     આ પેઢી દુનિયાની એવી અંતિમ પેઢી છે જે તેમના બાપનું પણ માન્યા અને હવે છોકરાનું પણ માનવાના. આપણી પેઢી જેઠાલાલની પેઢી છે જે ચંપકચાચા થી પણ ડરે છે અને ટપુડો પણ તતડાવે છે. 
     ઝુંપડાંથી ખોરડાં સુધી પહોંચવામાં દાયકાઓના દાયકા લાગ્યા પણ એનાથી બહુ મંઝિલ સુધી પહોંચતા ગણતરીના વર્ષો જ લાગ્યા. 
અનેક નવી શોધો- શબ્દો આવ્યા બર્થ ડે, ટેડીબીયર, ગુડ મોરનીંગ, રેસ્ટોરન્ટ, સેટેલાઈટ, મેટ્રો, હોટેલ, હેન્ડસફ્રી, etc...હજારો વસ્તુઓ ચિત્રમાં અને લાખો શબ્દો શબ્દકોશમાં જ રહી જવાના હવે કોહ, રવૈયો (વલોણુ),  હાથે દળવાની ઘંટી, ગોદડી, મરીયુ, પટારો,  જોતર, માકડી, ધોંહરિ, ધણશેર,  ગાડાં મારગ, પરેવાહી, મળસકું, મો સુજણું, પાયર, હળ, મોદારી, ખરપિયો, થીંગડું, ઓથડી, ખાતરણી, આડું,  ઝાંકડો, બાકીનું ઘર લેશનમાં આવા સો શબ્દો લખો....
     અરે......
 આપણા કલમ ખડિયામાં થી જ કલમ, ખડિયો, ટપાલી, ડગલો, નગારું,  ફાનસ, રથ, લખોટી, સગડી, હળ જેવા  અક્ષરોનું  જ્ઞાન જ ગાયબ થઈ ગયું.
     ભલે આધુનિક બધુ ખરાબ નથી જૂનું બધું સારું નથી. આધુનિકતા અનિવાર્ય છે જ પણ આપણે આપણી અનેક પરંપરાઓના મોંઘા મૂલ ચૂકવી અને  આધુનિકતા લીધી છે. એમાં ક્યાંક ખોટનો ધંધો કર્યો છે. ઘણું જૂનું મુકવા જેવું પકડીને બેઠા છે ઘણું સાચવવા  જેવું ગુમાવી બેઠા છે. 
 હવે આવનારી પેઢી એસટીની સીટમાંથી સ્પંજ  કાઢી શકશે? શામીમા ના ડંભારણાં/ સોઈ ના ડામ ખમી શકશે?
ગામ ના પાદરે ,તળાવની કિનારે ફરતા ,વિશાળ વડ નિચે મસ્તી કરતા ,ખેતરમાં ડોગલુ/લોટો લઈને જંગલ જઈ શકશે? માથે બેડું ને કેડ પર ગાગર વાળી પાદરની પનિહારી જોઈ શકશે? હાલતા ગાડાંના ઠાઠે પગ લટકાવીને માટીમાં  ટીંહા(લીટા) કરી શકશે? મણીલાલ કાકા (વાળંદ)  પાસે ધોરીયાને કાઠે બેસી મોવાળા (વાળ) કપાવી શકશે? 

  *જે હોય તે પણ આ લખનાર ભાયડો ચડ્ડી પહેરી ને ગામની નિશાળ માં ભણવા ગયેલ છે. શિક્ષકનો માર પણ ખાધો છે, નવરા બેઠા બેઠા તમે પણ જુની બે વાતો કરી....
.................અનુભવના ઓટલેથી.............

No comments:

Post a Comment