તૂ ક્યાં જાય છે...??? - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Monday, April 13, 2020

તૂ ક્યાં જાય છે...???


તૂ ક્યાં જાય છે...???
"""""""""""""""""""""""""""""
ગજલ ને ધ્યાન થી વાંચશો...

દિલ   પૂછે   છે   મારું ,
અરે   દોસ્ત   તું   ક્યાં   જાય
ના   વ્યવહાર   સચવાય   છે ,
ના   તહેવાર   સચવાય   છે .
દિવાળી   હોય   કે   હોળી   બધુ
ઓફિસ   માં      ઉજવાય  છે
   બધુ   તો   ઠીક   હતું
પણ   હદ   તો   ત્યાં   થાય   છે .
લગ્નની   મળે   કંકોત્રી ત્યાં
સીમંતમાં   માંડ   જવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે
*પાંચ   આંકડા   ના   પગાર   છે ,
પણ   પોતાના   માટે   પાંચ
મિનિટ   પણ   ક્યાં   વપરાય   છે
પત્નીનો   ફૉન ૨  મિનીટ
માં   કાપીયે   પણ   કસ્ટમર
નો   કોલ   ક્યાં   કપાય   છે
ફોનબુક   ભરી   છે   મિત્રોથી   પણ   કોઈનાયં   ઘરે   ક્યાં   જવાય   છે
હવે   તો   ઘરના   પ્રસંગો   પણ
હાફ ડેમાં   ઉજવાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે

કોઈ   ને   ખબર   નથી
   રસ્તો ક્યાં   જાય   છે
થાકેલા   છે   બધા   છતા ,
લોકો   ચાલતા      જાય   છે .
કોઈક   ને   સામે   રૂપિયા   તો
કોઈક   ને   ડોલર   દેખાય   છે ,
તમેજ   કહો   મિત્રો   શું
આનેજ   જિંદગી   કહેવાય   છે
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે
બદલાતા      પ્રવાહમા
આપણા   સંસ્કાર   ધોવાય   છે ,
આવનારી   પેઢી   પૂછશે
સંસ્કૃતી   કોને   કહેવાય   છે
ઍક   વાર   તો   દિલને સાંભળો ,
બાકી   મનતો   કાયમ   મુંજાય   છે .
ચાલો   જલ્દી   નિર્ણય   લઇએ
મને   હજુ   સમય   બાકી   દેખાય   છે .
દિલ   પૂછે   છે   મારુ , અરે
દોસ્ત   તું   ક્યાં   જાય   છે

No comments:

Post a Comment