લોક ડાઉનની લોક ચર્ચા.
બહેનની લોક ચર્ચા
આજ અમારી શેરીની બેનો એક બીજાને ઓટલે બેસી ચર્ચા કરતી હતી ;એક બેન કયે આ લોક ડાઉન 3 તારીખે પૂરું થઈ જશે પછી શું કરશું? આ કેવું સરસ રુટિંગ ગોઠવાઈ ગયુ છે. બધા જ ઘરકામમાં તમારા ભાઈનો હાથ બેસી ગયો છે. હવે તો કાંઈ ચીંધવું પણ નો પડે.
પેલા રસોડામા ક્યારેક જતા તો પૂછી પૂછી ને લોઈ પી જાય..ચા, ખાંડ, ક્યાં છે? દૂધ નાની તપેલીમાથી નાખું કે મોટી તપેલીમાંથી નાખું?
હવે તો…મારે એને પૂછવું પડે...કયો મસાલો કઈ બરણીમા છે..અને એની યાદ શક્તિ તો એવી ભૂલે જ નહીં...લેપટોપ ઉપર પત્રક બનાવતા હોય ..ને હું પૂછું કે કાલે ટમેટા લેવા પડશે? તો તો તરત પત્રક બનાવતા બનાવતા જ કહે. હજી ફ્રીજ મા દશ ટમેટા પડયા છે.
અને એટલો પ્રેમથી જવાબ આપે...મને તો હું સપનું જોતી હોય એવું જ લાગ્યા કરે..!
બીજી બેન કયે….અરે બાઈ...આ લોકડાઉન ખુલે પછી પણ એ આવુને આવું કામ કરે તો માન્યામા આવે…પણ હજી સરકાર લોકડાઉન
ખોલે એવું લાગતું નથી….
ત્યાંતો બીજી પાંચ, છ બેનો એક સાથે બોલી,સારું સારું ભલે લંબાવે….હજી કેશ વધે જ છે બેન!! એક બેન કે આ આપણો કેસ માંડ રેડી થયો છે ઇ પણ બરાબર ટેવાય જાય…
એક મોટી ઉંમરની બેન કયે..
જણ ઘેરે છે તી બ્લેન્કેટ ધોવરાવી લેવાય ને?ત્યાં તો એક સાથે બધી બેનો બોલી; એતો કેદુના ધોવરાવી લીધા..અમે તો ગોદળાં ધોવરાવવાનું ચાલુ કરી દીધું….એને હવે કાઈ ચીંધવું જ નથી પડતું…અરે...ગોદળાંમા એવું સરસ બ્રશ મારે...આપણે તો જોતાજ રહીએ.
બીજી બેન કે જણમા જોર હોય તી..
ભાઈઓની લોક ચર્ચા
પુરુષો ભેગા થાય ત્યારે….
આવો...આવો….લાવ માવાના બે દાણા..
તો બીજો કયે તમાકુ છે ખાવું હોય તો.!.માવો કયા મળે છે ?..અને મળે એમાં કાંઈ ભલી વાર નથી...ત્યાં એક કયે સાંજનો એક ચોરેલો પડ્યો ખાવો હોય તો ? ઇ પણ બધા પ્રસાદ ખાત હોય એમ ખાઈ….પછી..મોબાઈલ કાઢી વોટ્સએપ, એફ.બી.મા લાઈક, ફોરવડ કરી..પછી એક મમરો મૂકે; મોટા….આ ત્રણ તારીખ નું કયે પણ આ ખોલે એવું લાગતું નથી..આ બાપો અમદાવાદ તો જો કેશનો રાફડો ફાટ્યો…
ત્યાં બીજો ટેકો પુરાવે….આપણે કયા બાર બેઠા….ઘરમાં પડયા રેશું...બીજું શું કરવું?
ત્યાં એક દયાનો સાગર બોલે….આપણે તો ઠીક ગરીબ માણસો મરી રહે ને!!
બીજો કયે….એને હવે કેટલા જણા ખવડાવે છે એને ટિફિન આવે ટનાટન...ત્યાં એક જીવ દયા વાળો જીવ બોલે; સૌ નો ભગવાન છે ભાઈ..!
ત્યાં એકાદાના મોબાઈલમા રિંગ આવે..
એક ની રિંગ સાંભળી બધા સમજી જાય ને તરત અલગ પડી દરેક પોતપોતાની ડેલીમાં આવી જાય….( આ રીંગ કોની હશે એ કેવાની જરૂર ખરી ? )
બધા પોતાની ડેલીમાં આવે એટલે તરત ધર્મ પત્ની ચિંતા વ્યક્ત કરે ,ખબર છે ને પોલીસની ગાડી નીકળે છે ?હજી પાછળ રૂઝ નથી આવી વિશ દિવસથી આયોડેક્ષ લગાવું છું . દરવખતે બેનો પૂછતી કે આજે જમવામાં શું બનાવું ? એના બદલે હવે ભાયો પૂછે છે ,આજે શું જમવાનું બનાવું ? ત્યાં મોબાઈલમાં ટીકટોક જોતા જોતા ધર્મ પત્ની ક્યે સાક્ભાજીમાં શું શું પડ્યું છે? ત્યારે સાતમાં ધોરણનો વિદ્યાર્થીને ઘડિયા યાદ હોય એમ શું શું સાક્ભાજી પડ્યા છે એ પુરુષ તરત બોલી દયે . અને ગીતાનો પેલો શ્લોક “ પાર્થને કહો ચડાવે બાણ,હવે તો યુદ્ધ એજ કલ્યાણ “ એમ સમજી મોબાઈલમાં મ્યુઝીક ચાલુ કરી ભાઈઓ રસોઈમાં વળગી પડે છે.
વ્રુધ્ધોનીલોકોની ચર્ચા
બાપા માજી પાસે કોરોનાની માહિતી મેળવે : કાઈ મોરું પડ્યું ? ટી.વિ. માં આવે કાઈ ? માજી ક્યે અખો દિ કોરોના સિવાય બીજું આવેશે પણ શું ? અમદાવાદમાં બોવ છે એમ ક્યે ટી.વી, વાળા . એતો મોટું શેર હોય એટલે થાય, આ બીડી બાકસની દુકાનું ખુલ્યું ? કેતા હતાને હળવું કરશે ? ...હમ...તામારી નાઈળું તૂટતી હશે કાં ? માંડ ઉધરસ બેઠી છે. . છાનાં માના પડ્યા રહોને! ત્યાં બાપા બીડી વિરુધનો સંદેશ સાંભળી મગજ સાતમે આસમાને પોચે.. હું ક્યા ઠેકળા મારું છું ? છાનો માનો જ બેઠો છું ..તને એક દિ બજર નથી મળતી તો કેવી ઘાંઘી વાંઘી થા છો ? ત્યારે તું છાની માની બેસે છે ? પંદર બાયું ને પૂછે છે ,હે બેન ભવાનભાઈ દુકાન ખુલી ? કાનુડા છાપ બજરની પડીકી હોય તો લેવી હતી...! આટલું સાંભળી માજી થર્ડ ડીગ્રી રિમાન્ડ જેવો પ્રત્યુતર આપે..... માનવાચક બહુવચન શબ્દોનો સંગ્રહ ખૂટી પડે ...આજના બોય ફ્રેન્ડ ગર્લ ફ્રેન્ડ શબ્દો વાપરે એવા શબ્દો સહજ સારી પડે.....એ...છાનો માનો પડ્યો રે...હમણાં ક્યાંક મારા મોઢાની સાંભળે ...હાલી નીકળ્યો છે તી...! ૭૦ વરહ તે આજ કર્યું છે, મારા બાપને ઘેરે સાયબી હતી .મેં પાણીનો પ્યાલો નોટો ઉપાડ્યો . આયા દીધી મને તારા ઢસરડા કરવા. આખી જિંદગી તે જલસા જ કરિયા છે .આતો હવે ગઈઢો થયો ત્યારે ગોરિયો ગમાણે આવ્યો ... આવાથી કોરોના એ છેટો રહે...
ચાલીસ વર્ષમા મેં સારા લુગડાનો કટકો માથે નથી નાખ્યો ...તું ધોરી જોડ પેરી ઉભી બજારે ફરીયો છો ફૂલ ફાટયાની જેમ....તયે તો ભોગવસ .... ખાટલો .મારી બજર એની આંખમાં ખટકે છે...જોતો ખરી મને કેવું સંભળાવ્યું અત્યારમાં ....
ત્યાં દીકરાની દીકરી આવી કહે દાદા તમારે શું ખાવું છે,? ત્યાં દાદાની પેલા દાદી જવાબ આપી દયે , જેર હોય તો દયો ..મારો પણ છુટકારો થાય ....
જેની સગાઈ થઇ ગઈ છે પણ કોરોનાને કારણે લગ્ન અટક્યા છે તેવા નવોદિતની ફોનીક ચર્ચા :
હેલો ... શું કરે છે ? જાનુડી ..? મજા . તમે ? બસ તને યાદ કરી દિવસો કાઢું . આ વાત ઉપર કોઈ દિવસ બેહનોને વિશ્વાસ આવ્યો નથી અને આવશે પણ નહિ . એ તરત પૂછે ...હોય નહી ! મારા સમ ખાવ. ત્યાં પુરષ એ જ મીનીટે દર્દી દવાખાય એમ તરત સમ ખાય . તારા સમ ખોટું બોલું ? ત્યાંરે જેમ કોર્ટ જામીન પછી મુક્તિ આપે એમ જાનું કહે દીકું બાર નાં નીકળતો હો..! અને માવો ખાતો નથી ને ? ત્યાં મોઢામાં નાખેલ માવાને ગાલોફામાં એક બાજુ દબાવી જડપથી થુંકી ને દીકું જવાબ આપે ...ગાંડી માવા મળતા જ નથી . પછી ખાવાનો સવાલ જ નથી . જાનું ક્યે મને તારી ખબર છે તું મારા વિના રહી શકે પણ ફાકી વિના એક મિનીટ નથી રહી શકતો મને તારી બધી જ માહિતી મળે છે . ત્યાં દીકું વાતને બીજી તરફ મોડ આપવા ખોટું ખોટું રિસાય , સારું તો હું મુકું ફોન , તને મારી માહિતી મળી રહે છે પછી મારે શું વાતો કરવી ? ત્યાતો જાનું પણ સામે વાતને તરત વારી લ્યે ! તને ખીજ ચડી? ખોટું લાગ્યું ? ત્યાતો દીકું પણ લોક્ ડાઉનમાં હળવાસ મળે ને તકનો લાભ ઉઠાવે એમ આ હળવાસનો ફાયદો ઉઠાવી થોડી વાર ટૂંકા જવાબ આપે . હા અને નાં માં જ જવાબ આપે,
ત્યાં જાનું વાતનો દોર સંભાળી બીજે પાટે ચડાવે ... લોક ડાઉન કેદિ ખુલશે? મારા બાપુજી કેતા હતા કે લોક ડાઉન ખુલે એટલે તરત લગ્ન જોવડાવી ૧૦ દીવસમાં જ લગ્ન કરીનાખવા છે. આટલું સાં ભળીને મને કેવી શરમ આવી !
ત્યાં દીકું પણ પરણેલા પુરુસની જેમ બધું ભૂલી .... શરમ આવવાના કારણોની ઊંડી તપાસ કરે .
ત્યાં જાનું બીજો અઘરો પ્રશ્ન પૂછે કાલ રાતે કા ફોન નહોતો કરિયો? દીકું પરણેલા પુરુસ જેવી ભૂલ કરી વગર વિચાર્યો જવાબ આપી દયે ....કાલ માથું દુખતું વેલો સુઈ ગયો હતો ....ત્યાં જાનું ઓડીટ પારો કાઢે એવી ક્વેરી કાઢે .....તારા વોટ્સેપમાં તો લાસ્ટ સીન બે વાગ્યા નો બતાવે છે. ત્યારે દીકું ને ખબર પડે કે પરણેલા આ બધું કેમ મેનેજ કરતા હશે ....
ત્યાં વાત આગળએ વધે પેલા દીકું .. સમજી જાય જેમ આઠ થી બાર પછી લોક ડાઉન ખુલવાનો સમય પૂરો થાયને ઘેર આવી સંતોષ માને એમ આટલી વાત થયાનો સંતોષ માની ...જેમ કોક ખોટી અફવા ફેલાવે કે પોલીસની ગાડી આવી એમ દીકું ક્યે ....પછી વાત કરું પપ્પા આવી ગયા ....બાય...લવ્યુ .......જાનુડી ......
ધુંબો :
નીચે આપેલ ગીતો દ્વારા પણ કોરોના સંક્રમણ થઇ શકે :
૧ બાહોમે ચાલે આ .....
૨ લગજા ગલે .....
૩ ચુમ્મા ચુમ્મા દે દે
૪ અભિના જાવો છોડકર
૫ છું લે ને દો નાજુક હોઠો કો
૬ હોઠો સે છું લો તુમ ...
૭ તુમ પાસ આયે ,યુ મુસ્કુરાયે ....
નીચે આપેલા ગીત ગાવા જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકે :
૧ જિસ ગલીમેં તેરા ઘર નાં હો બાલમા
૨ તેરી ગલીયો મેં નાં રખેંગે કદમ
૩ તેરી દુનિયા સે દુર ,હોકે ચલે મજબૂર
૪ પર્દેશીયોસે નાં અંખિયા મિલાના
૫ એ ગલિયા એ ચોબારા ,યહાં અના નાં દોબારા
૬ અકેલે હે તો ક્યા ગમ હે..
૭ ચલો એક બાર ફિર હમ અજનબી બનજાયે હમ દોનો

No comments:
Post a Comment